Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંકના હપ્તા ન ભરાતા ઈસમે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી

  • November 03, 2021 

સુરતના કામરેજ તાલુકાનાં વાવ ગામે રહેતા એક ઈસમે હોમલોન લીધી હતી અને બેંકના હપ્તા સમયસર ન ભરતા બેંક તરફથી આ હપ્તા ભરવા માટે જણાવતા આ ઈસમે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સુત્રો અંગે મળતી માહિતી અનુસાર, કામરેજના વાવ ગામની સીમમાં આવેલ અંબિકા હાઈટ્સમાં રહેતા અશ્વિનભાઈ પોપટભાઈ શેખડા નાઓએ હોમલોન લીધેલ હોય અને બેંકના હપ્તા બાકી રહેતા હોવાથી બેંક તરફથી અવાર-નવાર હપ્તા ભરપાઈ કરવા માટે જણાવતા હતા. જે વાતનું તેમને લાગી આવતા પોતાના ઘરે અગમ્ય કારણસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application