Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાઇંગ મિલમાં કામ કરતો ઈસમ નીચે પટકાતાં મોત

  • December 04, 2021 

સુરતનાં કડોદરા ખાતે આવેલ જયભારત ડાઇંગ પ્રિંટિંગ મિલમાં એક્ષપર્ટ ખાતામાં કામ કરતો કામદાર ઉપરના માળેથી નીચે પટકાતાં તેનું મોત નીપજયું હતું. મળતી માહિતી મુજબ પલસાણાનાં તાતીથૈયા ગામે આવેલ વી.કે.પાર્ક સોસાયટીમાં મકાન નંબર-107માં રહેતા અને મૂળ યુ.પીના વતની સતિષકુમાર શિવમુરતસિંહ સિંહ (ઉં.વ.40) જે ગુરુવારે કડોદરા ખાતે આવેલ જયભારત મીલમાં એક્ષપર્ટ ખાતામાં કામ કરી રહ્યા હતા. તે સમયે હાઇડ્રોલીક લીફ્ટ પાસે ઉપરના માળેથી આકસ્મિક રીતે નીચે પડી જતા તેઓને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application