સુરતના ભાટીયા-ડિંડોલી રોડ વકતાણા ગામ ત્રણ રસ્તા પાસેથી પોલીસે દારૂ ભરેલા ટેમ્પા સાથે એકને ઝડપી પાડ્યો હતો. આમ, પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો વગેરે મળી કુલ રૂપિયા 1.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સચીન પોલીસને બાતમી મળી હતી કે, ભાટીયા ડિંડોલી રોડ વકતાણા ગામ ત્રણ રસ્તા પાસેના રોડ પરથી એક ટેમ્પામાં જીજે/21/એક્સ/0985માં દારૂનો જથ્થો લઇને ડ્રાઇવર પસાર થવાનો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોકત નંબરનો ટેમ્પો આવતા તેને પકડી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં બેઠેલા યુવકની પુછપરછ કરતા મહારાષ્ટ્રના ધુલીયા જીલ્લાના શિરપુર તાલુકાના વતની અને હાલ લિંબાયત શ્રીનાથ સોસાયટીમાં રહેતો કોમલસીંગ ઉર્ફે રાહુલ દરયાવસીંગ રાજપુત હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે ટેમ્પાની તલાસી લેતાં અંદરથી રૂપિયા 27 હજારની દારૂની 540 નંગ બોટલ મળી આવી હતી. આમ, પોલીસે આ અંગે પુછપરછ કરતા ડિંડોલીમાં રહેતા સોનુ નામના બુટલેગરનો દારૂનો જથ્થો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો, મોબાઇલ, ટેમ્પો વગેરે મળી કુલ રૂપિયા 1.07 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500