Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે એક શખ્સ ઝડપાયો

  • August 04, 2022 

સુરત ગ્રામ્ય સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે કામરેજના વલથાણ નહેર પાસેથી સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે કુલ રૂપિયા 1,25,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ‘ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. mortinexotics_999 મારફતે આઇ.ડી. ધારક એક્ઝોટીક એનિમલનું ગેરકાયદે વેચાણ કરે છે અને તેણે તેની આઈ.ડી. પર ઘણા બધા પ્રાણીઓના ફોટા મુકેલ છે.’ 




આ બાતમીના આધારે વર્કઆઉટ કરી ડમી ગ્રાહક ઊભો કરવામાં આવ્યો હતો. ગ્રાહકે આઈ.ડી. ધારકને ફોન કરી ઊંભેળ ગામ પાસે બોલાવ્યો હતો. માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયા (રહે.સંજીવીની હાઉસિંગ સોસાયટી, ચલથાણ)નામનો યુવક એક ડબ્બો લઈને આવ્યો હતો.




જયારે ડમી ગ્રાહકને પ્રાણી આપવા જતાં જ પોલીસે તેણે ઘેરી લઈ તેની પાસેથી એક સુપર મોજાઉ આફ્રિકન બોલ પાઈથન નામનો સાપ કિંમત રૂપિયા 1.20 લાખ, બે સફેદ ઉંદર કિંમત રૂપિયા 200 અને 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,25,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે માર્ગેશ ઉર્ફે માર્ટિન નરેન્દ્ર સરૈયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application