સુરત જિલ્લાના કરણ ગામની સીમમાં આવેલ એક હોટલના પાર્કિંગમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો દમણથી કરણ સુધી લાવવામાં આવ્યો હતો. એલસીબી પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર, મોબાઈલ ફોન તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂપિયા 23.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, બંધ બોડીના કન્ટેનર નંબર એમએચ/06/બીડી/0493માં દમણથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરી કરણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલ ખેતેશ્વર હોટલના પાર્કિંગમાં ઉભેલ છે, જે બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી ઘટના સ્થળેથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલક બાબુલાલ સુખડું વિશ્વકર્મા (રહે.નેવીનગર,કોલોબા ઝૂપડપટ્ટી, મુંબઈ) નાને ઝડપી પાડ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન વિદેશી દારૂની 12948 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 13,26,000/- હતી અને સાથે ટેન્કર, મોબાઈલ ફોન તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 23.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500