Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોકરીની લાલચ આપી 57 લોકો સાથે રૂપિયા 35 લાખની ઠગાઈ કરનાર ઈસમ ઝડપાયો

  • December 24, 2021 

સુરત શહેરના વિસ્તારનાં રૂસ્તમપુરામાં રહેતા અને જરીકામ કરતા યુવકને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં નોકરીની લાલચ આપી રૂપિયા 1.58 લાખની ઠગાઈ કરનાર ઈસમને પોલીસે ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રૂસ્તમપુરા રેશમવાડમાં રહેતા અને પિતાને જરીકામમાં મદદ કરતા 22 વર્ષીય કૌશલ ભગવાનદાસ રાણાને ઉધના દરવાજાની પાસપોર્ટ ઓફિસમાં ભેટી ગયેલા નવસારીના ભેજાબાજ જીતેન્દ્ર આર મયેકર (રહે.એલ 3,અયોધ્યા નગર,વિજલપોર,નવસારી) એ પોતે સરકારી સંસ્થામાં પ્રમુખ-ઉપપ્રમુખ હોવા ઉપરાંત પોતાની બહુ ઓળખાણ છે અને ઘણા યુવકોને નોકરી અપાવી છે તેવી વાત કરી સુરત એરપોર્ટના મેઇન અધિકારી પોતાના અંકલ છે અને કાર્ગોમાં વિશ્વાસું માણસ જોઇએ છે કહી કૌશલને સુરત એરપોર્ટ પર બેક ઓફિસમાં રૂપિયા 35 હજારના પગારની નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ ચાર્જીસ પેટે રૂપિયા 1.58 લાખ પડાવ્યા હતા.આ બનાવ અંગે કૌશલે ગત તા.04ના રોજ જીતેન્દ્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીંની ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પોલીસે જમીન દલાલીનું કામ કરતા જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ રામ મયેકર (રહે.ફલેટ નં.301,અમૃત રેસીડેન્સી,વેકેન્ઝા બંગ્લોઝની બાજુમાં, પીપલોદ) નાની ધરપકડ કરી હતી. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, નોકરીની લાલચ આપી નવસારી અને મહારાષ્ટ્રમાં પણ ઠગાઇ આચરનાર જીતેન્દ્રએ કુલ 57 લોકો સાથે રૂપિયા 35 લાખની ઠગાઇ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application