Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના દેરોદ ગામમાંથી 2.26 લાખના વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો, એક વોન્ડેટ

  • June 18, 2021 

કામરેજ પોલીસને દેરોદ ગામે બસ સ્ટેશન ફળિયામાં શૈલેશ રાઠોડના મકાનમાં મોટા પાયે વિદેશી દારૂ જથ્થો હોવાની મળેલ બાતમીના આધારે, પોલીસે શૈલેશ રાઠોડના ઘરે જઈ છાપો મારતા પોલીસને જોઈ બે ઈસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે એકને ઝડપી પાડ્યો હતો. જયારે એક ઈસમ ભાગવામાં સફળ થયો હતો. પોલીસે મનીષને પૂછપરચ હાથ ધરતા ભાગી છૂટનાર ઈસમ શૈલેશ આકાશભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

 

 

ત્યારબાદ પોલીસે મનીષને સાથે રાખીને ઘરનું તાળું તોડી તપાસ હાથ ધરતા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ મનીષને વધુ પૂછપરછ હાથ ધરતા મનીષે પોલીસ સમક્ષ વધુ એક મકાનમાં દારૂ હોવાનું જણાવતા પોલીસે અલગ-અલગ મકાનમાંથી રૂપિયા 2.26 લાખનો દારૂ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application