Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂની મહેફિલ માણતા મહિલા અને પુરુષ મળી 25 ઝડપાયા

  • October 07, 2021 

સુરતના પલસાણાના બલેશ્વર ખાતે આવેલ અવધ સંગ્રીલાના બંગલોઝ નંબર-47માં પોલીસે છાપો માર્યો હતો. જ્યાં મહિલા અને પુરૂષો મળી કુલ 25 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે તમામને રંગે હાથ ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન, વિદેશી દારૂની 142 બોટલ અને વાહનો મળી કુલ 27,30,050/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જયારે પોલીસે ઘરમાલિક હરેશ મોરડીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. વધુમાં, કૌશિક ગોવિંદ માયાણીએ સમગ્ર પાર્ટીનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે મહિલાઓ બેંગકોકથી બિઝનેશ વિઝા પર આવી હતી. સમગ્ર મામલાની તપાસ જિલ્લા એલસીબીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application