Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાબેન ગામનાં એક મકાનના મીટર પેટીમાં આગ લાગી

  • August 17, 2021 

બારડોલી તાલુકાનાં બાબેન ગામે લેકસિટી સોસાયટીમાં આવેલ એક મકાનમાં મીટર પેટીમાં આગ લાગી હતી. અચાનક ધુમાડા સાથે આગ લાગતાં સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં તેઓ તુરંત સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, બાબેન ગામે આવેલ લેકસિટી સોસાયટીનાં મકાન નંબર 133/134માં ગતરોજ બપોરના સમયે મીટર પેટીમાં અચાનક આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે. મીટરમાંથી અચાનક ધુમાડા સાથે આગ લાગતાં સ્થાનિકોએ તુરંત બારડોલી ફાયર ઓફિસર પી.બી.ગઢવીને જાણ કરતાં તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application