સુરતના પલસાણા ખાતે આવેલ કાલાઘોડા ઇકો પાર્કમાં સિઘ્ધેશ્વરી ડાઈંગ મિલના બોઈલર વિભાગમાં ગતરોજ મોડી રાત્રિએ અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ, પલસાણા ખાતે ગુજરાત ઈકો ટેકસટાઈલ પાર્ક કાલાઘોડામાં આવેલી સિઘ્ધેશ્વરી ડાઈગ મિલના બોઈલર વિભાગના થર્મોપેકમાં ગતરોજ મોડી રાત્રિએ અચાનક આગ લાગતા અફરતફરીનો માહોલ સર્જાયો હતો અને જોતજોતાંમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મિલના કામદારોએ આગ બૂઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, આ આગ કાબૂમાં ન આવતા ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરતાં બારડોલી ફાયરના ચીફ ઓફિસર પોતાની ટીમ સાથે તેમજ પીઈપીએલની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application