સુરતમાં કાપોદ્રાથી વરાછા રોડ તરફ ગતરોજ બપોરે એક ટેમ્પો ગેસ સિલિન્ડર ભરીને ડિલેવરી કરવા કરવા જતો હતો. તે સમયે વરાછા મેઇન રોડ હીરાબાગ ફલાય ઓવર બ્રીજ પર જય ગંગેશ્વર સોસાયટીની સામે અચાનક ટેમ્પામાં આગ ભભુકી ઉઠી હતી. જેથી ચાલક ટેમ્પો સાઇડમાં પાર્ક કરીને ભાગી છુટયો હતો. આગના પગલે બ્રીજ પર થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો. સિલિન્ડર ભરેલા ટેમ્પામાં આગને લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલાકો અને નજીકમાં લોકોના ભાગદોડ સાથે ભય ફેલાઇ ગયો હતો.
આ અંગે ત્યાંથી પસાર થતા વ્યકિતએ ફાયર બ્રિગેડને જાણ કરતા કાપોદ્રા ફાયર સ્ટેશનના ઓફિસર વિનોદભાઇ રોજીવાડીયા અને ફાયરજવાનો ગણતરીના સમયમાં ત્યાં પહોચી ગયા હતા અને સમય સુચકતા વાપરીને આગ ફેલાવવા દીધી ન હતી. થોડા સમયમાં આગ પર કાબુ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર ઓફિસરે કહ્યુ કે, ટેમ્પામાં કુલ 49 સિલિન્ડર હતા. જેમાં 25 ભરેલા અને 24 ખાલી ગેસના બોટલો બહાર કાઢ્યા હતા. સદ્નસીબે આ બનાવમાં કોઇપણ ઇજા કે જાનહાનિ થઇ ન હતી અને મોટી દુર્ધટના ટળી હતી. જો આગ દરમિયાન એક પણ બોટલ ફાટી ગયો હોત તો શું થયું હોત તે કલ્પનાથી પણ પરે રહેતે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application