Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ ખાતે ‘‘ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અને પાક સંરક્ષણ’’ અંગે ખેડુત તાલીમ શિબિર યોજાઈ

  • June 17, 2021 

દક્ષિણ ગુજરાતમાં ખરીફ ઋતુમાં મુખ્ય પાક એવા ડાંગરની ખૂબ મોટાપાય ખેતી થાય છે. ફેરરોપણી આધારિત ડાંગરની ખેતીમાં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો અગ્રેસર છે. ડાંગરની ખેતીમાં મુખ્ય ઘટક એવા ડાંગરનું ધરૂવાડિયુ તૈયાર કરવાનો હાલમાં ખુબ જ યોગ્ય સમય છે. ડાંગરનું ધરૂ તૈયાર થયા પછી સમયસરની ફેરરોપણી જુલાઈ માસના પ્રથમ પખવાડિયામાં થતી હોય છે ડાંગરની નફાકારક ખેતી માટે સમયસર કરવાના થતા ખેતી કાર્યો અને પાક સંરક્ષણના પગલાઓ ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.

 

 

 

 

નવસારી કૃષિ યુનિ.સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના બરબોધન ગામે ખેડુતોને માહિતગાર કરવા માટે ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને ડાંગરમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ વિષય ઉપર ખેડુત તાલીમ શિબિર યોજાઈ હતી. આ વેળાએ મુખ્ય અતિથિ તરીકે બરબોધન ગામના વતની અને માજી ધારાસભ્ય ધનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  આ વેળાએ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકસિંહ રાઠોડે કૃષિ વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓની તથા કૃષિ યુનિ.ના ઉત્પાદિત બાયોફર્ટીલાઈઝર્સ, નોવેલના ઉપયોગની વિગતો આપી હતી.

 

 

 

 

વૈજ્ઞાનિક સુનિલ ત્રિવેદીએ ડાંગરના ધરૂવાડિયું તૈયાર કરવા, ડાંગરની જાતો, ખાતર, નિદામણ અંગેની તથા રાકેશભાઈ પટેલ જીવાત નિયંત્રણની વિગતો આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત ખાતે જિલ્લા કૃષિ હવામાન એકમ કાર્યરત છે. જે અંતર્ગત પ્રોફેસર અભિનવ પટેલ હવામાનની આગોતરી જાણકારી મેળવવી અને તેની ખેતીપાકોમાં લેવામાં પગલાઓથી ખેડુતોને માહિતગાર કર્યા હતા. આ વેળાએ બરબોધન તથા આસપાસના ખેડુતોએ બહોળી સંખ્યામાં તાલીમ શિબિરનો લાભ લીધો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application