Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નશામાં ટેમ્પો હંકારી લાવતા ચાલકે બાઈક ચાલક વૃદ્ધને અડફેટે લેતા મોત

  • October 15, 2021 

સુરતના કતારગામ પારસ સોસાયટી રાધે રેસીડેન્સીમાં રહેતા ભાયાભાઈ માધાભાઈ વોરા (ઉ.વ.72) જે નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા અને તેઓ તેમના સંબંધીના પુત્રને અકસ્માતમાં ફ્રેક્ચર થયું હોવાથી તેના ખબર અંતર પુછવા માટે ગતરોજ સવારે ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પોતાની બાઈક પર પરત ફરતા હતા. તે સમયે કતારગામ જે.કે.પી. નગરના ગેટની સામેથી પસાર થતા હતા. ત્યારે નશામાં ધુત થઈ પુરઝડપે સૂમલના દુધનો ટેમ્પો હંકારતા ટેમ્પો ડ્રાઈવરે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને તેમને કચડી નાંખ્યા હતા. અકસ્માત બાદ ટેમ્પો ડ્રાઈવર સંદીપ અશોકભાઈ કોળીને ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. નશામાં ધુત હોવાથી તે સીધો ઉભો પણ રહી શકતો ન હતો. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application