ક્રિકેટ લાઈવગુરુ નામની એપ્લીકેશનમાં મેચનો લાઈવ સ્કોર જાઈ મોબાઈલમાં અલગ-અલગ 3 એપ્લીકેશન દ્વારા ઓનલાઈન માર્ન્ચેસ્ટર-ડબલ્યુ અને લંડન-ડબલ્યુ વચ્ચે 16 ઓવરની રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હીરા દલાલને મહિધરપુરા હિરા બજાર એલ.બી.ચાર રસ્તા પાસેથી પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા 27 હજાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા 47 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ સટ્ટો રમાડવા માટે એપ્લીકેશનની આઈડી આપનાર બુકીને વોન્ટેડ બતાવ્યો હતો.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ, સર્વલન્સ સ્ટાફના માણસોએ બાતમીના આધારે હિરાબજાર એલ.બી. ચાર રસ્તા પાસથી અંકિત રમેશ સંધવી (રહે.રત્નરાજ બિલ્ડિંગ અડાજણ પાટીયા) નામના યુવક માર્ન્ચેસ્ટર-ડબલ્યુ અને લંડન-ડબલ્યુ વચ્ચે રમાતી 16 ઓવરની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન પર એપ્લીકેશન મારફતે સટ્ટો રમાડચા ઝડપી પાડ્યો હતો. હીરા દલાલીનું કામ કરતો અંકિત મોબાઈલમાં સ્કાય એક્ષચેન્જ રાધે એક્ષચેન્જ અને પીડીએમ એક્ષચેન્જ નામની એપ્લીકેશ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ લાઈવ ગુરુ નામી એપ્લીકેશનમાં મેચનો લાઈવ સ્કોર જાઈ સટ્ટો રમાડતો હતો. પોલીસે અંકિત પાસેથી મોબાઈલ ફોન અને રોકડા 27,250 મળી કુલ રૂપિયા 47,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકિતને એપ્લીકેશન આઈડી અમદાવાદના સંજય ઠક્કરના નામના બુકીએ આપી હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application