પલસાણા તાલુકાનાં મલેકપોર ગામના રહેતા, સબ્બીરભાઈ સમદભાઈ શેખના શેરડીના ખેતરમાં પાણી ચાલી રહ્યું હતું. જેને લઈ ખેતરમાં મજૂરી કામ કરતાં મજૂરોએ ખેતરમાં દીપડાને જોઈ ભાગદોડ મચાવી હતી.
ત્યારબાદ દીપડો હલન-ચલન કરતો ન હોવાથી તેની નજીક જઈ જોયું તો દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. ગામ લોકોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મલેકપોર ગામે ત્રણ દિવસ અગાઉ પણ ઉમરા ફળિયામાં એક બકરાનો શિકાર કર્યો હોવાનું જાણવા મળે છે. ત્યારે મૃત દીપડાના મોઢાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેને લઈ બે નર દીપડાઓ વચ્ચે થયેલ ઝગડામાં મોત નીપજયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ઘટનાની જાણ વનવિભાગની ટીમને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવી દીપડાનો કબ્જો લઈ જણાવ્યુ હતું કે, દીપડો 6 થી 7 વર્ષનો હોય અને દીપડાનું પેનલ પી.એમ કર્યા બાદ તેના વીસેરા સુરત મોકલવામાં આવશે ત્યારબાદ દીપડાના મોતનું સાચું કારણ જાની શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500