દક્ષિણ ગુજરાતમાં આઠ જિલ્લા સમાવિષ્ટ ગ્રાન્ટેડ-નોનગ્રાન્ટેડ શાળા સંચાલકોના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોવાથી સંચાલકોનું સંગઠન વધુ મજબૂત અને સંગઠીત થાય તે હેતુથી વામદોત શાળામાં જનતા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક વિભાગીય સંમેલન 6 અને 7 જુલાઇના રોજ તાજપોર મુકામે યોજાશે. 6 જુલાઇના રોજ સુરત ગ્રામ્ય, તાપી, નર્મદા, ભરૂચ જિલ્લાના સંચાલકો અને 7 જુલાઈના રોજ સુરત શહેર, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લાના શાળા સંચાલકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય ત્યારે સંચાલકોના પ્રશ્નોની ચર્ચા થાય અને સરકારમાં ધારદાર રજૂઆત કરી શકાશે.
આમ, ભરતીના પ્રશ્નો, ગ્રાન્ટની સમીક્ષામાં સફળતા મળી છે. પરંતુ બીજા અનેક જટિલ પ્રશ્નોની સંમેલનમાં ચર્ચા કરી ઠરાવ લઈ સરકારમાં રજૂઆત અને પ્રશ્નોને વાચા આપવાની છે.
સુરત જિલ્લા શાળા સંચાલક મંડળમાં વામદોત શાળા (બારડોલી) ખાતે મળેલી મિટિંગમાં અધ્યક્ષ તરીકે બાબુભાઈ પટેલ (તાજપોર) અને જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે રસિદભાઈ પટેલ (મલેકપોર)ની સર્વાનુમતે વર્ણી કરવામાં આવી છે. તેઓને રાજ્ય મહામંડળ શુભેચ્છા પાઠવે છે. કુલાધાર્માંના સંપાદક સાબીરભાઈ પણ હાજર હતા. મહામંડળના સંજયભાઈએ આયોજનની મુખ્ય ભૂમિકા ભજવી હતી. વામદોત શાળા બારડોલી ખાતે મળેલી મિટિંગમાં મહામંડળના હોદ્દેદારો તથા દક્ષિણ ઝોનના 8 જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી ઉપસ્થિત રહી વિભાગીય સંમેલનને સફળ બનાવવા રાજ્ય મહામંડળના ઉપપ્રમુખ ભાસ્કરભાઈ શાહ પણ અગોતારું આયોજન કરી સફળ થાય તેમ અથાગ પ્રયાસ કરવાનો નિર્ધાર કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500