સુરતના ઘોડદોડ રોડ સ્થિત આર્ચમન સોસાયટીમાં રહેતા મમતાબેન અલ્પેશ કુપાવાલાનો 12 વર્ષનો પુત્ર પાલતું કૂતરાને લઇ સોસાયટીમાં ફરવા નીકળ્યો હતો. તે દરમિયાન સોસાયટીમાં જ રહેતા વિરસિંહજી નવલસિંહજી સરવૈયાએ ઠપકો આપતા કહ્યું હતું કે, ‘તું કેમ કૂતરાને લઇ નીકળ્યો છે, સોસાયટીમાં છોકરાઓ રમે છે ખબર નથી પડતી’ અને ત્યારબાદ અચાનક જ વિરસિંહજી આવેશમાં આવી જઇ 12 વર્ષના બાળકનો કાન અમળી તેને જમીન પર પટકી દઇ બેરહમી પૂર્વક માર માર્યો હતો. જેને પગલે સોસાયટીના રહીશો એક્ઠા થઇ ગયા હતા અને સ્થાનિક સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના પણ કેદ થઇ ગઇ હતી. વિરસિંહજીએ બાળકને માર માર્યાની જાણ થતા તેની માતા મમતાબેન સહિતના પરિજનો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે વિરસિંહજી સરવૈયાને ઝડપી પાડી કાર્યવાહીએ કરી હતી. વધુમાં ઉલ્લેખનીય છે કે, બાળક અગાઉ પણ સોસાયટીમાં કૂતરાને લઇ ફરવા નીકળ્યો હતો ત્યારે વિરસિંહે તેને ધમકાવ્યો હતો અને માર મારવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ તેના પરિજનોએ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application