સુરતના પલસાણા તાલુકાના કરણની નહેર કોલોની પાસે રહેતો 13 વર્ષીય આશુતોષ તિવારી ગતરોજ બપોરે તેના મિત્રો સાથે નહેરના પાણીમાં નાહી રહ્યો હતો. તે દરમિયાન એકાએક ડૂબી જતાં આસપાસના લોકોએ બુમાબુમ કરી હતી ત્યારબાદ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા કામરેજની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીના મિનીટમાં જ ફાયરના જવાનોએ આશુતોષને થોડે દુરથી પાણી માંથી શોધી કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસના બે જીઆરડી જવાન પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે બનાવની ગંભીરતા જોઈ તરત બાળકને મોટરસાઇકલ પર નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પલસાણા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application