માંડવી તાલુકાનાં તડકેશ્વર ગામે રહેતો યુવાન એની પત્ની સાથે ખરીદી કરવા બજારમાં ગયા હતાં. ત્યારે યુવાન પોતાની બાઈકને સાઈડે પર પાર્ક કરી ઊભો હતો. તે દરમિયાન યુવક આવી બોલાચાલી કરી મારામારી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તડકેશ્વર નવપારાના રહીશ રાકેશભાઈ બુધિયાભાઈ વસાવા (ઉ.વ.23) નાઓ પોતાની બાઇક નંબર GJ/05/FS/6350 પર પત્ની સાથે તડકેશ્વર બજારમાં ખરીદી માટે નીકળ્યા હતાં.
તે દરમિયાન પત્ની કટલરીની દુકાનમાં ગઈ હતી અને રાકેશ વસાવા બાઈક રોડ સાઈડ પર પાર્ક કરી ઊભો હતો. તે સમયે થોડા દિવસ પહેલા જ આફ્રીકાથી આવેલ જેના પુર નામની ખબર નથી નામનો યુવાન તથ બીજો યુવાન જેના પણ નામની ખબર નથી તેઓ બાઇક પર આવી ‘બાઈક અહીંયા કેમ પાર્ક કરી છે’ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા અને રાકેશએ ગાળ આપવાનું ના પાડતા મારમાર્યો હતો. થોડીવારમાં સિરાજ ગુલામ ચૌહાણ આવી તે પણ ગાળો આપી માર મારવા લાગ્યો હતો.
જયારે સ્થાનિકો આવી જતાં વધુ મારથી બચાવેલ હતો જોકે રાકેશ પત્ની સાથે ઘરે જતો હતો. તે દરમિયાન રસ્તામાં ફરી પાછા બિલાલ હનિફ કોલીયાએ મારા મિત્રો સાથે કેમ ઝઘડો કરે છે કહી તમાચા માર્યા હતાં. આમ, તડકેશ્વર ગામે થયેલ બબાલ અંગે રાકેશ વસાવાએ ફરિયાદ કરતાં માંડવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500