સુરતનાં મહુવા તાલુકાના આંગલધરા ગામે મધ્ય રાત્રિએ મારૂતિ અર્ટીગા કાર રોડ સાઇડે વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સુરત ફાયર બ્રિગેડના 2 કર્મચારી સહિત 3 યુવકનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 યુવકને ઇજા થઇ હતી. બનાવની વિગત એવી છે કે, વાંસદાના કંબોયા ગામે આમલા ફળિયામાં નિલકમલ ગુલાબભાઈ પટેલ (ઉ.વ.25) પરિવાર સાથે રહેતો હતો અને સુરત ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હતો. જોકે રવિવારે નિલકમલ પોતાની મારૂતિ અર્ટીગા કાર નંબર જીજે/21/સીબી/3974માં પોતાના મિત્ર નિલેશ હરેશભાઈ પટેલ (રહે.લાખાવાડી, ડુંગરી ફળીયું, તા.વાંસદા) અને યોગેશ ધનસુખભાઈ પટેલ (રહે. કંબોયા) સાથે ભીનાર ગામે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા મિત્રના લગ્નમાં ગયા હતા. જ્યાં નિલકમલ સાથે સુરત ફાયર બ્રિગેડમાં નોકરી કરતો પિનલ રમણભાઈ આહિર (ઉ.વ.28) અને પરિમલ નટુભાઈ પટેલ (બંને રહે.ફડવેલ, તા.ચીખલી) મળ્યા હતા. ત્યારબાદમાં પાંચેય મિત્રો ભેગા થઈ અર્ટીંગા ગાડીમાં બેસી મહુવા તાલુકાના તરકાણી ગામે મ્યુઝિક પાર્ટી જોવા જવા નીકળ્યા હતા.તે દરમિયાન મધ્ય રાત્રીના એક વાગ્યાના સુમારે અનાવલથી વાંસદા જતા રોડ ઉપર આંગલધરા ગામે કાર ચાલક નિલકમલ પટેલે ગાડી પુરઝડપે હંકારી સ્ટેયરીંગ ઉપરથી કાબૂ ગુમાવી રોડ સાઈડે વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાવી દેતાં નિલકમલ પટેલ અને યોગેશ પટેલને ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર મોત નીપજ્યા હતા. જ્યારે અન્યોને અનાવલ સરકારી દવાખાને સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડોક્ટરે પિનલ આહિરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે નિલેશ પટેલને વધુ સારવાર માટે વાંસદા હોસ્પિટલમાં અને પરિમલને આલીપોર દવાખાને દાખલ કર્યા છે. બનાવ અંગે મહુવા પોલીસે ઇજાગ્રસ્ત નિલેશ પટેલની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application