Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે ટ્રક વચ્ચે કાર આવી જતાં અકસ્માત સર્જાયો, સદનસીબે કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ

  • October 21, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં ચલથાણ ત્રણ રસ્તા પાસે બે ટ્રક વચ્ચે કાર આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નેશનલ હાઇવે નંબર-48 ઉપર ચલથાણ ત્રણ રસ્તા પાસે પ્રિન્સ ઇન હોટલ સામે અમદાવાદ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી એક ટ્રક નંબર એમએચ/10/સીઆર/6631ની પાછળ ચાલતી એક કાર નંબર જીજે/16/ડીસી/0388ને પાછળ પુરઝડપે આવી રહેલી એક ટ્રક નંબર આરજે/14/જીજે/5177ના ચાલકે ટક્કર મારતા બે ટ્રક વચ્ચે કાર ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માત સર્જાતા હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો પરંતુ ઘટનાની જાણ થતા કડોદરા જીઆઇડીસી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application