Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્થિક મુશ્કેલીને લીધે 22 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો

  • February 03, 2021 

ઉધનામાં ભાઠેના ખાતે બપોરે ઘરમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે આર્થિક મુશ્કેલીના લીધે તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા બહાર આવી રહી હતી.

 

 

ઉધના વિસ્તારના ભાઠેનામાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતી 22 વર્ષીય નિશાબેન હિતેશભાઈ રાણાના સંતાનમાં એક પુત્રી છે જે ઉધના ખાતે તેમની માતાના ઘરે ગઈ હતી અને તેમના પતિ બપોરે ક્રિકેટ મેચ રમવા ગયા હતા. ત્યારે નિશાબેન ઘરે એકલા હતા તે સમયે તેમણે ઘરનો દરવાજો બંધ કરી છતના લોખંડના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિશાબેન ઘરમાં કામ કરતા હતા અને તેમના પતિ પણ કામ કરતા હતા પરંતુ આર્થિક રીતે પહોચી વળતા ના હતા જેથી તેમની માતા પણ તેમને મદદ કરતા હતા આથી નિશાબેન એ આર્થિક તકલીફના લીધે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. આ બનાવ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application