સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ એક સોસાયટીમાં રહેતી મહિલા તેના બાળકો સાથે ખરીદી કરવા માટે ગઈ હતી અને રિક્ષામાં બેસી પરત ઘરે આવતા સમયે કડોદરા બારડોલી રોડ ઉપર જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ નજીક 2 વર્ષીય બાળક રિક્ષા માંથી નીચે પડી ગયો હતો. તે સમયે પાછળ આવી રહેલ ટ્રક નીચે આ બાળક આવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણાનાં જોળવા ગામે આવેલ નક્ષત્ર રેસીડન્સીમાં રહેતા સંતોષ રામયશ ભારતી કે જેઓ સચીન ખાતે આવેલ અદિતિ મિલમા કામ કરી ગુજરાન ચલાવે છે. જેઓ ગત તા.24 ઓગષ્ટના રોજ તેમની પત્ની પ્રિયાબેન તથા તેમની દીકરી શૈલજા (ઉ.વ.4) તથા પુત્ર પિયુષ (ઉ.વ.2) તેમજ પાડોશમાં રહેતા રાનીબેન તથા તેની દીકરી સાનવી સાથે ચલથાણ બજારમાં ખરીદી કરવા માટે ગયા હતા અને ખરીદી કરી પરત ઘરે આવવા માટે રિક્ષા નંબર જીજે/05/બીડબલ્યુ/5240માં બેસી આવવા નીકળ્યા હતા. તે સમયે કડોદરા બારડોલી રોડ ઉપર જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ નજીક રોડ ઉપરથી પસાર થતી વેળાએ પ્રિયાબેનનો 2 વર્ષીય પુત્ર પિયુષ આકસ્મિક રીતે રિક્ષામાંથી નીચે પટકાયો હતો. તે સમયે પાછળથી આવી રહેલ એક ટ્રક નંબર જીજે/19/એક્સ/3229 બાળકના શરીર ઉપરથી ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application