બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે સુગર ફેક્ટરીના મજૂરોના પડાવમાં રહેતા 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જીલ્લાના સુબીર તાલુકાના ગામાઘાણા ખાતે રહેતો 19 વર્ષીય હનેશ મહેશ લુઘુમ શેરડી કાપણીની મજૂરી માટે આવ્યો હતો અને વાંકાનેર ખાતે આવેલા પડાવમાં રહેતો હતો. હનેશે આમલીના વૃક્ષ સાથે ખાટલાની પાટી અને નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. યુવકે કયા કારણોસર ફાંસો ખાધો તે કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ બનાવ અંગે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application