સુરતનાં માંગરોળ તાલુકાના પાલોદ ગામે રહેતા પરિવારની મહિલાને હાડકામાં દુખાવો હોવાથી સારવાર માટે કડોદરા ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતાં જ્યાંથી પરત આવતા સમયે વાવ ગામની સીમમાં રોંગ સાઈડે સામેથી પૂરઝડપે આવતી વસિષ્ઠ સ્કૂલની બસે અડફેટમાં લેતા રિક્ષામાં સવાર તમામને ઈજા થઈ હતી અને આ અકસ્માતમાં 16 વર્ષીય તરૂણનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, માંગરોળનાં પાલોદ ગામની હદમાં કિમ ચાર રસ્તા રોયલ સોસાયટીના ઘર નંબર-47માં રહેતા મોહંમદ વજીર મોહંમદ સલીમ શૈખ (ઉ.વ.25)ની માતા યાસ્મિનબેનને હાથનાં ભાગે દુખાવો થતો હોય અને કડોદરા દવાખાને જવાનું હોય સોસાયટીમાં રહેતા જાવેદ શેખની રીક્ષા નંબર જીજે/05/વીએક્સએક/520 ભાડે કરી યાસ્મિનબેન નાના દીકરા મોહંમદ યાસિન (ઉ.વ.16) તથા પુત્રનો પુત્ર સુફિયાન (ઉ.વ.8) સાથે ગત તા.13નાં રોજ કડોદરા હાડકાનાં દવાખાને ગયા હતા અને સારવાર કરાવી પરત કીમ જઇ રહ્યા હતા.તે સમયે નેશનલ હાઈવે નંબર-48 પર વાવ ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ જતા રોડ પર જીઇબી સામેથી બપોરે પસાર થતા હતા ત્યારે રોંગ સાઇડે સામેથી પુરઝડપે ધસી આવેલી સ્કૂલ બસ નંબર જીજે/19/ટી/4442નાં ચાલકે રીક્ષાને અડફટે લેતા રીક્ષાનો ભૂખો થઈ ગયો હતો. જયારે રીક્ષામાં સવાર તમામને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેમાં યાસ્મિનબેનને માથામાં તથા રીક્ષાચાલક જાવેદને ડાબા હાથે ફેકચર તથા માથામાં ઇજા અને સુફિયાનને માથામાં ઇજા તેમજ મોહંમદ યાસિનને કપાળનાં ભાગે ઇજા થઈ હતી. ત્યારબાદ તમામને દિનબંધુ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં યાસિનને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત બાદ સ્કૂલ બસ ચાલક ઘટનાં સ્થળેથી બસ લઇ હાઇવે પર કોસમાડી પાટીયા પાસે બસ મૂકી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મોહંમદ સલીમ શૈખે સ્કૂલ બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application