Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂની 96 બોટલો મળી આવી

  • July 03, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં નિયોલ ગામની સીમમાં આવેલ એક શેરડીના ખેતરમાંથી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ કડોદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નિયોલ ગામની સીમમાં મુલ્લા વગામાં આવેલ જગુભાઈ છોતુભાઈ પટેલના શેરડીના ખેતરમાં રેડ કરી હતી. તે સમયે શેરડીના ખેતરમાં સંતાડેલ વિદેશી દારૂની 96 બોટલ કિંમત રૂપિયા 48 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, ઘટના સ્થળે કોઈ વ્યક્તિ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application