નર્મદ યુનિવર્સિટી દ્વારા શરૂ થયેલી ઓફલાઇન પરીક્ષામાં પહેલા જ દિવસે 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા અપાવી હતી. તો પ્રથમ દિવસે જ સ્કવોડ દ્વારા તપાસ કરાતા સાત જેટલા ગેરરીતિના કેસો ઝડપાયા હતા.
કોરોનાની મહામારી શાંત થઇ રહી હોવાથી સ્કુલ-કોલેજમાં શિક્ષણકાર્ય શરૂ થવાની સાથે જ નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવાની શરૂઆત કરાઇ છે. પ્રથમ દિવસે બી.એ સેમ-6 અને એમ.એસ.સી સેમ-4ની પરીક્ષા હતી. 2 સેશનમાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે 8500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા. જેમાંથી 90 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પ્રથમ દિવસે જ ઓફલાઇન પરીક્ષા સાથે ગેરરીતિના કેસો ઝડપવા માટે બનાવાયેલી સ્કવોડે આજે અલગ-અલગ કોલેજોમાં જઇને તપાસ કરતા 7 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. પ્રથમ દિવસે તમામ પેપરો સરળ રહ્યા હતા અને એક પણ સેન્ટર કે કોલેજ પરથી કોઇ પણ જાતની ફરિયાદો મળી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500