સુરતના કામરેજ તાલુકાનાં નનસાડ ગામે 9 મહિલા સહિત 1 પુરુષ બંધ મકાનમાં જુગાર રમતા હોવાનું જાણવા મળતા કામરેજ પોલીસે રેડ કરી 67,400/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, કામરેજના નનસાડ ગામે નંદનવન ટાઉનશિપના બી/4 બ્લોકમાં બિલ્ડિંગ નંબર-504માં જુગાર રમાઈ રહ્યો છે જે બતમીના આધારે કામરેજ પોલીસે રેડ કરી જુગાર રમતી 9 મહિલા અને એક પુરુષ સહિત 10 લોકોની અટક કરી જુગારના દાવ પરના 3200 રોકડા તેમજ અંગ ઝડતીના 25,700/- અને 9 મોબાઈલ નંગ મળી કુલ રૂપિયા 67,400/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500