સુરતના પુણા ઈન્ટરસિટીની સામે શ્રીરામ કોમ્પ્લેક્ષના બીજા માળે ડીજીટલ પ્રિન્ટના ખાતાની આડમાં જુગાર રમતા ખાતાના માલિક સહિત 8ને પુણા પોલીસે ઝડપી પાડી રોકડા રૂ.38,200, 8 મોબાઈલ ફોન અને પાંચ બાઈક મળી કુલ રૂ.2.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા ઈન્ટરસિટીની સામે શ્રીરામ કોમ્પ્લેક્ષના બીજા માળે દિનેશ વીઠ્ઠલભાઇ બઘાસીયાના ડીજીટલ પ્રિન્ટના ખાતામાં પોલીસે સાંજે રેઈડ કરતા સ્થળ ઉપરથી દિનેશ ઉપરાંત અન્ય 7 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 38,200/- અને 87 હજારની કિંમતના 8 મોબાઈલ ફોન તેમજ રૂપિયા 95 હજારની કિંમતની 5 બાઈક મળી કુલ રૂપિયા 2,20,200/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે ઝડપાયેલા ઈસમોમાં વેપારી, રત્નકલાકાર, એજન્ટ અને કોન્ટ્રાકટર હતા.
જુગાર રમતા ઝડપાયેલા 8 ઈસમો
1. સંચાલક દિનેશ વિઠ્ઠલભાઈ વધાસીયા (રહે.સરથાણા),
2. શ્રમજીવી દલપેશ ઉર્ફે દિપેશ જેંતીભાઈ ગજેરા (રહે.યોગીચોક,સરથાણા),
3. કોન્ટ્રાકટર વીનુ હીરજીભાઇ ખુંટ (રહે.ચીકુવાડી,નાના વરાછા),
4. વેપારી અરવીંદ બાબુભાઈ ગોધાણી (રહે.યોગીચોક,સરથાણા),
5. કેમિકલ વેપારી દિનેશભાઇ ઉર્ફે કલ્પેશ ખોડાભાઇ ધોળીયા જાતે પટેલ (રહે.સાયણ),
6. વેપારી કમલેશ હરેશભાઇ પનારા (રહે.ડીંડોલી ખરવાસા રોડ),
7. રત્નકલાકાર ભિખા લાલજીભાઇ માંગુકીયા (રહે.ચિકુવાડી પાસે,નાના વરાછા),
8. એજન્ટ વિપુલ મનુભાઇ કાછડીયા (રહે.પુણા-બોમ્બે માર્કેટ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500