સુરતનાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામે આવેલ એક સોસાયટીમાં જાહેરમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલ 8 ઈસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં બગુમરા ગામેથી 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પલસાણા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળતા તેમણે હરેકૃષ્ણ સોસાયટીમાં રેડ કરી હતી.તે દરમિયાન કેટલાક વ્યક્તિઓ જાહેરમાં બેસી પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમી રહેલ મહેંન્દ્ર બાલચંદ્ર પાટીલ (રહે.હરેક્રુષ્ણ સોસાયટી,બગુમરા ગામ), મહેશ નામદેવ પાટીલ (રહે.હરેક્રુષ્ણ સોસાયટી,બગુમરા ગામ), કીશોર બાલુભાઇ પવાર (રહે. હરેક્રુષ્ણ સોસાયટી લક્ષ્મી,બગુમરા ગામ), પૃથ્વીરાજ ગોકળ સોનુણે (રહે.હરેક્રુષ્ણ સોસાયટી, બગુમરા ગામ), મનોજ લહાનુ ખોપકર (રહે.ડ્રીમવીલા સોસાયાટી), જ્ઞાનેશ્વર મહાદુ રાજપુત (રહે.હરેકુષ્ણા સોસાયટી, બગુમરા ગામ), યોગેશ ભીખન પાટીલ (રહે.હરેકુષ્ણા સોસાયટી, બગુમરા ગામ), નરૂ સુકલાલ બાવિસ્કપર (રહે. હરેકુષ્ણા સોસાયટી, બગુમરા ગામ) ના ઓને ઝડપી પાડી પોલીસે રોકડા રૂપિયા 12,600/-, અંગઝડતીના રૂપિયા 8,790/- તેમજ 5 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 29,890/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500