સુરત શહેરનાં કતારગામ ઝોનમાં જાહેર રસ્તા પર મટન-મચ્છીનું વેચાણ કરતી દુકાનો સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દુકાનો સીલ કરવા સાથે મટન-મરધીના ધંધા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ જપ્ત કરવામા આવી હતી. કતારગામ ઝોનમાં ફુલપાડા વોર્ડ ઓફિસ વિસ્તારમા આવતાં ઉત્કલ નગર ચાર રસ્તા, નિખાલસ નગર, ઝુંપડ પટ્ટીના જાહેર રસ્તા પર તથા ફુટપાથ પર મચ્છી-મટર તથા ચીકનનું વેચાણ ગેરકાયદે થતું હોવાની ફરિયાદ થતાં ઝોન દ્વારા ગતરોજ કામગીરી હાથ ધરવામા આવી હતી.કતારગામ ઝોનના આરોગ્ય વિભાગ, દબાણ ખાતું અને શહેર વિકાસ વિભાગની ટીમે આ વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. આ વિસ્તારમાં લાયસન્સ વિના ગેરકાયદે મટન-મરધી અને મચ્છીનું વેચાણ કરતી સાત દુકાનો સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રકારનો ધંધો કરતાં લોકો જાહેર રસ્તા પર મરધી પુરવાના પીંજરા, બંધ લારી, કાઉન્ટર અને વનજ કાંટો અને કટીંગ કરવા માટેના મશીન સહિતની સામગ્રી જપ્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application