જહાંગીરપુરા વિસ્તારમાં આશારામ આશ્રમ પાસે ફલેટમાં ધમધમતા જુગારધામ પર બાતમીના આધારે પીસીબી પોલીસે દરોડા પાડી જુગાર રમતા કુલ 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંગઝડતીના રોકડા રૂપિયા તથા દાવ પરના રોકડા રૂપિયા, 10 મોબાઇલ અને 4 બાઇક મળી કુલ 6.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ઉપરાંત પોલીસની રેડ જોઇને ભાગી ગયેલા બે જુગારીયાઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચકારો ગતિમાન કર્યા હતા.
પીસીબી પોલીસને ગતરોજ બાતમી મળી હતી કે, જહાંગીરપુરા આશારામ આશ્રમ પાસે, શરનમ રેસીડન્સી ફલેટ નં.જી/104માં જુગારધામ ધમધમી રહ્યા છે. જે બાતમીના આધારે પીસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસની રેડ જોઇ જુગારીયાઓએ ભાગવા માટે નાસભાગ કરી મૂકી હતી. જોકે પોલીસે 7 જુગારીને ઝડપી પાડ્યા હતા. પોલીસે હાર્દીક બીપીનભાઇ ઠક્કર, ભાવેશ ચંન્દ્રકાંતભાઇ પટેલ, જયેશભાઇ મનસુખભાઇ ગોહીલ, જયદીપ ગોર્ધનભાઇ પીપળીયા, રાજુભાઇ નરેન્દ્રભાઇ પટેલ, શૈલેશભાઇ અશોકભાઇ લુહાર અને ભાવીન ઉર્ફે લાલુ કાંતીભાઇ પટેલના ઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા તથા દાવ પરના રોકડા રૂપિયા 81,100 તથા અલગ-અલગ કંપનીના 1.55 લાખના 10 મોબાઇલ અને 4 લાખની કિંમતના 4 વાહનો મળી કુલ 6,36,600/- રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન ભાગી ગયેલા વિમલ કાંતીભાઇ પટેલ અને નીમેષ ઉર્ફે કામબ્લી પટેલ નાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500