Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોટલમાં ભાડાનો રૂમ લઇ જુગાર રમતા 7 ઈસમો પોલીસ રેડમાં ઝડપાયા

  • January 04, 2022 

ભીમરાડ કેનાલ રોડની હોટલ રિલેક્સ ઇનમાં ખટોદરા પોલીસે રેડ કરી ભાડાનો રૂમ લઇ જુગારધામ ચલાવનાર સહિત 7ને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ખટોદરા પોલીસે બાતમીના આધારે ભીમરાડ કેનાલ રોડ સ્થિત મેસીમો કોમ્પ્લેક્ષમાં આવેલી હોટલ રિલેક્સ ઇનના રૂમ નંબર-415 માં રેડ પાડી હતી.જોકે રેડ દરમિયાન હોટલમાં રૂમ ભાડે લઇ જુગારધામ ચલાવનાર વિશાલ કનૈયાલાલ શાહ, જુગાર રમવા આવનાર રમેશ દીપચંદ જૈન, મોબાઇલના દુકાનદાર ભાવેશ રોશનલાલ જૈન, લક્ષ્મણ બાબુરાવ પાટીલ, મુકેશ વિશ્વાસ સોનવણે, એલઆઇસી એજન્ટ ગણેશ સુરેશ ચૌધરી અને સંદીપ પ્રેમચંદ ચૌધરી ના ઓને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે આ તમામની અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા 46,230/- તેમજ મોબાઇલ 7 નંગ અને જુગારના દાવ પરની રોકડ મળી કુલ રૂપિયા 1,36,230/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application