સુરત જીલ્લાની એલસીબીની ટીમ કામરેજ પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે મળેલ ખાનગી બાતમીના આધારે, કોળી ભરથાણા ગામની હદમાં આવેલા ફાર્મ હાઉસનાં માલિક સંજયભાઈ ધરમશીભાઈ પટેલ (રહે.વરાછા, સુરત) બહારથી લોકોને બોલાવી અલગ-અલગ પ્રકારના પ્લાસ્ટિકના કોઈન આપી જુગાર રમાડે છે.
જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો મારી જુગાર રમી રહેલા સંજય ધરમશી પટેલ (રહે.વરાછા, સુરત), શૈલેષ મનુ પટેલ (રહે.વરાછા,સુરત), જહીરુદ્દીન કમારુદ્દીન શેખ (રહે.સાહોલ ગામ,ભરૂચ), રવજી નાગજી પટેલ (રહે.કતારગામ), પ્રકાશ બાબુ પટેલ (રહે.મોટા-વરાછા), તથા જોગેન્દ્ર ભીમજી પટેલ (રહે.વરાછા) નાઓને જુગાર રમતા પકડી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 3,44,22૦/- તેમજ 7 નંગ મોબાઈલ તથા 5 કાર આમ કુલ મળી રૂપિયા 37,49,220/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500