સુરતના કામરેજ તાલુકાના કોસમાડા ખાતેથી જાનકીવન ફાર્મમાંથી કામરેજ પોલીસે 17500 લિટર બાયોડીઝલ સાથે 5 જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસે બાતમીના આધારે કામરેજના કોસમાડા ગામની સીમમાંથી વલથાણ નહેર પાસે જાનકીવન ફાર્મમાં મોડીરાત્રે સ્થળ પર રેડ કરતા ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત બાયોડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને ફાર્મમાંથી પોલીસને મોટી માત્રામાં બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 5 જણાની ધરપકડ કરી હતી. જોકે પોલીસે ઘટના સ્થળેથી 8 જેટલી ટાંકીઓમાં ભરેલું 17500 લીટર બાયોડીઝલનો જથ્થો, એક મોટરસાયકલ, એક ટેમ્પો તેમજ રિફિલિંગ કરવા માટેનું મશીન મળી આવ્યા હતાં. પોલીસે કુલ 17 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા 5 આરોપીઓના નામ
1.પંકજ ધીરૂ બાભરોલિયા,
2.સાગર મનસુખ ઠુમ્મર,
3.પ્રવીણ મોહન સેનવા,
4.ચંદ્રેશ જયંતી ઠેસીયા અને
5.દર્શન મગન કાનાણી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application