સુરત જિલ્લા એસઓજીની ટીમે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપોદરા જી.આઈ.ડી.સી. તથા નવાપરા જી.આઈ.ડી.સી. માંથી 622 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત રૂપિયા 62.26 લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું અને 5 ઈસમોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અબુસાર, સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારનાં પીપોદરા જી.આઈ.ડી.સી. તથા નવાપરા જી.આઈ.ડી.સી. માંથી મોટા પ્રમાણમાં ગાંજા સાથે ટુનતા કબીરરાજ સ્વાઈ, દિપક ત્રિનાથ પુષ્ટિ, સતિષસિંઘ ઉર્ફે શિવા રામબીરસિંગ, સુરેન્દ્ર ઉર્ફે વિજય કિશન દેવ પ્રસાદ અને નવઘણ ઉર્ફે નવીન પ્રધાનની ધરપકડ કરી હતી. જ્યારે રાજેન્દ્ર ઉર્ફે રાજુ બીપ્રા, ભગવાન પ્રધાન, શંકર રાઉત અને સાગર પ્રધાનને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે તેમની પાસેથી 622.620 કિલો ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા 62,26,200/- તેમજ મોબાઈલ 5 નંગ, રોકડા રૂપિયા 5170/- અને 2 મોટસાયકલ જેની કીંમત રૂપિયા 45 હજાર હતી આમ, કુલ મળી રૂપિયા 62,97,370/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500