પલસાણા પોલીસ રાત્રી દરમિયાન વાહન ચેકીંગમાં એક શંકાસ્પદ વાહનને અટકાવી ચેક કરતા ટેમ્પો માંથી મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલિસે ટેમ્પો સહિત 5.60 લાખનો મુદ્દમાલ કબ્જે કરી 5 ઈસમોની અટકાયત કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટાફના માણસો રાત્રીનાં સમયે વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ ગાર્ડન સીટી સોસાયટીના ગેટ નજીક એક સફેદ રંગનો ટાટા ટેમ્પો ડીએન/09/યુ/9330 શંકાસ્પદ લાગતા તેમાં તપાસતા ટેમ્પાના પાછળના ભાગે ઘઉંની 50 કિલોની 18 ગુણ તેમજ ચોખાની 50 કિલોની 83 ગુણ ભરેલી હતી. જે અંગે પોલીસે ટેમ્પો ચાલકને પૂછતા ટેમ્પો ચાલકે સંતોષકારક જવાબ નહિ આપતા પોલિસે ટેમ્પો અને 101 અનાજની ગુણ સાથે 5,60,600/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અનાજનાં જથ્થા સાથે ઝડપાયેલા 5 ઈસમો
1.અભય ઉર્ફે રવી અજય જોશી (રહે.170 ગાર્ડન સીટી સોસાયટી જોળવા ગામ)
2.વિકાસ રામજીલાલ યાદવ (ટેમ્પો ચાલક, રહે.આરાધના લેક સીટી જોળવા ગામ)
3.શિવકુમાર વિનોદકુમાર જાધવ (રહે.ન્યુ બોમ્બે માર્કેટ સુરત)
4.રાજેશકુમાર ઈશ્વરલાલ યાદવ (રહે.પર્વત પાટિયા,સુરત) અને
5.રામસુબોધ સુરેશભાઈ યાદવ (રહે.પર્વત પાટિયા સુરત).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500