Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પોમાં ભેંસ અને પાડાની હેરાફેરી કરતા 4 ઈસમો ઝડપાયા

  • July 19, 2021 

સચિન સ્લમ બોર્ડ નજીક ગોપાલ નગરમાં રહેતા સામાજીક કાર્યકર હિતેશ હામાભાઇ ભરવાડ (ઉ.વ. 21) ને મળેલી બાતમીના આધારે, સચિન ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા છોટા હાથી ટેમ્પો નંબર જીજે/05/બીએક્સ/7906ને અટકાવી તેમાં તપાસ કરતા પ્લાસ્ટિકથી ઢાંકેલા ટેમ્પોમાંથી 1 ભેંસ અને 1 પાડાને દોરડાથી ક્રુરતા પૂર્વક બંને પગ બાંધેલા હતા. જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સચિન પોલીસ દોડી આવી હતી.

 

 

 

પોલીસે ટેમ્પો ચાલક મોહમદ નાઝીમ મુનાવર શેખ, ક્લીનર નીવરૂદ્દીન સેફુદ્દીન અંસારી અને ટેમ્પોમાં સવાર અન્ય બે મોહમદ ઇરફાન મોહમદ હનીફ શેખ અને મોહમદ મોહસીન મોહમદ હાસીમ શેખ  સમક્ષ પશુઓને હેરાફેરી કરવાની પરમીટની માંગણી કરી હતી. પરંતુ તેમની પાસે પરમીટ નહીં હોવાથી પોલીસે ભેંસ, પાડો અને ટેમ્પો મળી કુલ રૂપિયા 2.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. પોલીસે ચારેય વિરૂધ્ધ પશુઓ ક્રુરતા અને ગેરકાયદે હેરાફેરી કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application