સુરતનાં ગોડાદરામાં 5માં માળેથી નીચે પટકાતા બાળકીનું મોત થયુ હતુ. સ્મીમેર હોસ્પિટલથી પાસેથી મળેલી વિગત મુજબ, મુળ છત્તીસગઢના વતની અને હાલમાં ગોડાદરામાં રાજ આઈકોન બિલ્ડિંગમાં પાસે રહેતા તુલસી યાદવ અને તેની પત્ની બિલ્ડિંગમાં મજૂરી કામ કરે છે. જોકે સોમવારનાં રોજ સાંજનાં સમયે બિલ્ડીંગમાં તુલસી અને તેની પત્ની કામ કરી રહ્યા હતા. તે સમયે તેમની 3 વર્ષની પુત્રી ચાંદની રમતા રમતા પાંચમાં માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી.
જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. જયારે આ એમ.એલ.સી હોવાથી સ્મીમેર હોસ્પિટલના સ્ટાફે આ અંગે ગોડાદરા પોલીસ મથકમાં વર્દી લખાવી હતી પણ ગોડાદરા પોલીસે આ એમ.એલ.સી હોવા છતા પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના બાળકીનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો હતો. પોલીસે કહ્યુ કે, બાળકીના પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવવા માંગતા ન હતા. જેથી તેમના પરિવારના નિવેદન લઇને તેનો મૃતદેહ સોપી દીધો હતો. બનાવ અંગે ગોડાદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application