Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહનની અડફેટે 3 ગાયનાં મોત

  • November 24, 2021 

માંડવી-ઝંખવાવ રોડ પર રૂપણ ગામની સીમમાં મંગળવારની વહેલી સવારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ત્રણ ગાયોને અડફેટે લઈ લેતા ત્રણેય ગાયોના મોત નીપજ્યા હતા. જોકે બનાવની જાણ પ્રાણી ફાઉન્ડેશનને થતાં કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે એક ગાય જીવિત જણાતા તબીબી સારવારના પ્રયાસો કરાયા હતા પરંતુ તેનું પણ મોત નીપજયું હતું. આમ, અજાણ્યા વાહન અડફેટે એકસાથે ત્રણ ગાયોના મોતથી ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ પ્રાણી ફાઉન્ડેશનનાં કાર્યકરો દ્વારા વિધિવત સન્માન પૂર્વક ત્રણેય ગૌમાતાની ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application