માંગરોળનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપર જી.ઇ.બી સબ સ્ટેશન નજીક પતરાનો શેડ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતાં 3 શખ્સોને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી 520 લિટર બાયોડીઝલ તેમજ એક કાર અને મોપેડ મળી કુલ 4,17,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત ગ્રામ્ય પોલીસની ટીમે મળેલ બાતમીના આધારે ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર ટીકમોન કંપની તથા જી.ઇ.બી સબસ્ટેશનની વચ્ચે આવેલ પતરાના શેડ વાળી જગ્યાએ રેડ કરી હતી.
તે સમયે ત્યાં હાજર 3 શખ્સો ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરતાં ઝડપાયા હતા. જયારે પકડાયેલ શખ્સોની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ, અકબર અફસાર શેખ (રહે.જૂના કોસંબા, ઈદગાહ ફળિયું, તા.માંગરોળ), ઝુબેર યુસુફ શાહ (રહે.જૂના કોસંબા,ઈદગાહ ફળિયું, તા.માંગરોળ) અને મુસ્તાકઅલી ઈસ્માઈલ છીતા (રહે.હથોડા ગામ,મસ્જિદ ફળિયું) નાનો હોવાનું જણાવ્યુ હતું.
જોકે પોલીસે સ્થળ પરથી 520 લિટર બાયોડિઝલ, એક કાર નંબર જીજે/19/એએમ/8006 તથા એક્ટિવા મોપેડ નંબર જીજે/19/એક્યૂ/9205 તથા ઇલેક્ટ્રીક સ્ટેબિલાઇઝર મળી કુલ રૂપિયા 4,17,900/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500