સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ ભારતીય સ્ટેટ બેન્કના એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એટીએમ મશીન ગેસ કટરથી તોડી અંદરથી રૂપિયા 29.28 લાખની ચોરી કરી ગયા હતા એટલું જ નહીં. પરંતુ સીસીટીવી કેમેરા, એ.સી.તેમજ એટીએમ મશીન પર જ્વલનશીલ પદાર્થ નાખી બાળી નાખ્યા હતા. ઘટના અંગે એટીએમ મશીનની દેખરેખ રાખતી એજન્સીના સુપવાઇઝરે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં આવેલા તાતીથૈયા ગામે ગત તા.30મી જુલાઈથી 31મી જુલાઈ દરમિયાન ભારતીય સ્ટેટ બેન્કના એટીએમ મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ રોકડ લોડિંગ કરવાની જગ્યાએ ગેસ કટરથી કાપ મૂકી 4 કેસેટ અને તેમાં મુકેલ 29.28 લાખની ચોરી કરી ગયા હતા. ચોરી થયેલી નોટ 500 ના દરની હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે જ્યાં એટીએમ મશીન, સીસીટીવી કેમેરા અને એ.સી.પર કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી તેને બાળી નાખવામાં આવ્યા હતા. ઘટના અંગે એટીએમ મશીનનું સંચાલન એજન્સીના કર્મચારી ધવલ દિનેશ ચૌહાણે ઉપરી ઓફીસમાં જાણ કરી હતી. ઘટના અંગે ધવલ ચૌહાણ એ કડોદરા પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500