Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલાબતપુરામાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 20 વર્ષીય પરિચિત યુવક પોલીસ પકડમાં

  • May 10, 2022 

સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં સાંજે સગીર ઘર નજીકના સુલભ શૌચાલયમાં ન્હાવા માટે ગયો હતો, ત્યારે તેની પાછળ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર 20 વર્ષીય પરિચિત યુવકને સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસ સુત્રો પસેથિએ મળતી માહિતી અનુસાર, સુરતના સલાબતપુરા તારવાડી મસ્જીદ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારનો 15 વર્ષીય સગીર રવિવારનાં રોજ 4.30 વાગ્યાના અરસામાં ઘર નજીકના સુલભ શૌચાલયમાં ન્હાવા માટે ગયો હતો.



તે સમયે સગીરને અંદર જતો જોઈ તેના ઘર નજીક જ રહેતો અને પરિચિત સાહેલ ઉર્ફે સન્ની રાજેશભાઇ દંતાણી (ઉ.વ.20) પણ પાછળ આવ્યો હતો અને સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જયારે સગીરની પાછળ યુવકને જતો જોઈ સુલભ શૌચાલયના વોચમેનને શંકા ગઈ હતી અને તેણે અંદર જઈ તપાસ કરતા સાહેલ ઉર્ફે સન્નીની કરતૂતની જાણ થઈ હતી.



બનાવ અંગે વોચમેને સગીરનાં પિતાને જાણ કરતા તેમણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ મોડીરાત્રે સાહેલ ઉર્ફે સન્ની વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application