સુરતના પુણા ગામ મગોબ ખાતે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયામાં પૈસા ભરવા માટે ગયેલા યુવકને ભેટી ગયેલા 2 ગઠિયાઓએ વાતોમાં પાડી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડા 46 હજાર ચોરી કરી નાસી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પુણા ગામ અર્ચના સ્કુલની સામે હરિદ્વાર સોસાયટીમાં વતના મિત્ર સાથે પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા અને સિલાઈ કામ કરતા જસારામ ગોપારામ ગર્ગ (ઉ.વ.27) બપોરે એક વાગ્યે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા મગોબ શાખાના ખાતામાં રૂપીયા 46 હજાર ભરવા માટે ગયા હતા. જસારામ પૈસા ભરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે એક અજાણ્યો તેમની પાસે આવી મને સ્લીપ ભરતા આવડતુ નથી મને સ્લીપ ભરી આપો હોવાનુ કહેતા જસારામ સ્લીપ ભરી આપતો હતો ત્યારે અન્ય એક અજાણ્યો આવી તમારુ કામ છે થોડી વાર મારી સાથે બેન્કની બહાર આવો કહી બેન્કની બહાર લઈ ગયો હતો. અજાણ્યાએ જસારામને તમે પૈસા ભરવા આવ્યા છો અને હું પૈસા ઉપાડવા માટે આવ્યો છુ. જેથી તમે તમારો મોબાઈલ નંબર આપો હુ તમારા ખાતામાં ગુગલ-પે થી પૈસા નાખી આપુ અને તને મને રોકડા આપી દો હોવાનુ જલારામ પાસે મોબાઈલ નંબર લઈ પૈસા ટ્રાન્સફર કરુ છું હોવાનુ કહ્યું હતું.
તે સમયે અન્ય એક સાગરીત આવી વાતોમાં પાડી નજર ચુકવી જલારામના પેન્ટના ખિસ્સામાંથી પૈસા ચોરી લીધા હતા. ત્યારબાદ અજાણ્યાએ પૈસા ટ્રાન્સફર થતા નથી કહી બંને જણા નાસી ગયા હતા. જલારામ બેન્કમાં પૈસા ભરવા માટે અંદર ગયા બાદ પેન્ટના ખિસ્સામાં હાથ નાંખતા પૈસા ચોરાઈ ગયા હોવાની ખબર પડી હતી. બનાવ અંગે જલારામે ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500