સુરતના નાનાવરાછા ઢાળ પાસે આવેલ અલખ કાર મેળામાં ગત તા.11 ઓગસ્ટની સાંજે ગાડી ખરીદવાને બહાને આવેલા 2 અજાણ્યાઓએ રૂપિયા 4.65 લાખની કિંમતની હુન્ડાઈ કંપનીની આાઈ-20 ગાડી પસંદ કરી હતી અને ગાડી બારડોલી ખાતે ગ્રાહકને બતાવી આવીયે હોવાનુ કહી કાર મેળાના માલીક સાથે ગાડીમાં બેસી બારડોલી જવાને બહાને નિકળયા બાદ સરથાણા જકાતનાકા પાસે માવો ખાવાને બહાને ગાડી ઉભી રાખી માલીકને જાનથી મારી નાંખવાની ધમકી આપી રસ્તામાં ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરથાણા જકાતનાકા કવિતા રો-હાઉસમાં રહેતા મિતુલભાઈ ચંદુભાઈ વેકરીયા (ઉ.વ.21, મૂળ અમરેલીના બગસરાના વતની) વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે અલખ કાર મેળાના નામથી ભાગીદારીમાં કમિશનથી વાહન લે-વેચનો ધંધો કરતા હતા. પરંતુ આ જગ્યાએ કાર મેળાની ઓફિસ બંધ કરી ગત તા.11 ઓગસ્ટના રોજ નાના વરાછા ઢાળ પાસે શરુ કર્યો હતો. દરમિયાન ગત તા.11મીના રોજ સાંજે 2 અજાણ્યાઓ આવી અમારા કસ્ટમર બારડોલી ખાતે રહે છે અને તેમને હુન્ડાઈ કંપનીની આઈ-20 ફોરવ્હીલ ગાડી લેવાની છે. તેમ કહી ગાડી પસંદ કરી હતી અને પોતાના કમિશન પેટે રૂપિયા 20 હજાર આપવાની વાત કરી હતી. મિતુલે તેમને તમારા કમિશનના પૈસા ગાડીમાં આવી જાય તે રીતે ગાડીની કિંમત કહેજો હોવાનુ કહ્યું હતું. ગાડીના કમિશનની વાત કર્યા બાદ બંને જણાએ ગાડી કસ્ટમરને બતાવા લઈ જઈએ છીએ તેમ કહેતા મિતુલ પણ તેમની સાથે ગાડીમાં ગયા હતા.
સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલય પાસે પહોંચી માવા ખાવાને બહાને ગાડી ઉભી રાખી હતી અને મિતુલભાઈને માવો લઈ આવવાનું કહ્યું હતું. જોકે, મિતુલે ના પાડતા બંને જણા ઉશ્કેરાઈને ગાળાગાળી કરી અહીયા છાનો માનો ઉતરી જાન નહી તો રસ્તામાં ફેકી દેઈશુ તેમ કહી બળજબરી પુર્વક ગાડીમાંથી નીચે ઉતારી રૂપિયા 4,65,000/-ની કિંમતની હુન્ડાઈ કંપનીની આઈ-20 ગાડી લઈને કામરેજ તરફ નાસી ગયા હતા. બનાવ અંગે મિલુતભાઈએ તેના પિતાને ફોન કરી જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500