Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશી હાથ બનાવટના તમંચા સાથે 2 ઈસમો ઝડપાયા

  • August 17, 2021 

ઉધનાના અશોક સમ્રાટનગર પાસેથી પોલીસે બાતમીના આધારે બુટલેગર અને તેના સાળાને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

ઉધના પોલીસના જણાવ્યા મુજબ, સર્વલન્સ સ્ટાફના માણસોએ મળેલી બાતમીના આધારે ગતરોજ ઉધના રોડ નં-9 અશોક સમ્રાટનગર પાસેથી  કૈલાશ અશોક મંગળે (ઉ.વ.30) અને તેના સાળા વિજય રમેશ સોલંકી (ઉ.વ.31) ના ઓને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે સાળા બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, કૈલાશ અગાઉ સલાબતપુરા, સચીન જીઆઈઢડીસી, ખટોદરા અને ગોડદરામાં દારૂના ધંધામાં પકડાઈ ચુક્યો છે. બુટલેગર કૈલાશ તેના સાળા વિજયને તમંચો સાચવીને રાખવા માટે આવ્યો હતો અને તે વખતે પોલીસે બાતમી મળતા બંને જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application