Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટોબેકોની દુકાન અને ગોડાઉન માંથી ચોરી કરનાર 2 ઈસમો ઝડપાયા

  • August 14, 2021 

ઉધના દરવાજા એપલ હોસ્પિટલની બાજુમાં આવેલ ટોબેકોની દુકાન અને ગોડાઉનમાં થોડા દિવસ પહેલા થયેલી લાખોના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલી કાઢી ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 4 લાખનો સિગારેટ-ગુટખાનો અને રીક્ષા મળી કુલ રૂપિયા 6.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓએ ચોરી કર્યા બાદ મુદ્દામાલ સીવીલ હોસ્પિટલમાં આવેલ અવાવરૂ જગ્યાએ સંતાડ્યો હતો.

 

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, પોલીસ કમિશનર દ્વારા 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમજ હિસ્ટ્રીશીટર એમ.સી.આર કાર્ડ ધારકો ચેક કરવા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્ટાફ માણસોની અલગ-અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ અને પેટ્રોલીંગમાં હતા. તે વખતે મળેલી બાતમીના આધારે યુનિક હોસ્પિટલ બી.આર.ટી.એસ ચાર રસ્તા પાસેથી એક રીક્ષામાંથી અલગ-અલગ સિગારેટના બોક્ષ અનેરજની ગંઘાના બોક્ષ સાથે ચેતન કાંતી સોલંકી અને ફેનીલ નુતન સોલંકી (ઉ.વ.32) નાને ઝડપી પાડ્યા હતા.

 

 

 

 

 

આરોપીઓની પુછપરછમાં ચેતન સોલંકી અગાઉ એપલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો અને તેને સિંગારેટ અને રજનીગંઘા આર.એમ.ડી.નું વ્યસન હોવાથી હોસ્પિટલની બાજુમાં ઉધના દરવાજા પાસે નિકુંજ ટ્રેડર્સ નામની દુકાનમાં સિગારેટ અવાર-નવાર જતો હતો અને તેનું ગોડાઉન પણ ત્યાંજ હતું જેથી તેના મિત્ર ફેનીલ અને રણજીત ઉર્ફે કેળો સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવી દિવસ દરમિયાન રેકી કરી ગત તા.27 જુલાઈ અને 6 ઓગસ્ટના રોજ રાત્રીના સુમારે સિગરેટ, રજનીગંધા તેમજ ટોબેકોની ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 3,25,283/-ના ટોબેકોના માલની ચોરી કરી હતી અને મુદ્દામાલ સીવીલ હોસ્પિટલમાં આવેલ અવાવરૂ જ્ગ્યાએ સંતાડ્યો હોવાની કબુલાત કરી હતી.

 

 

 

 

 

આરોપી પાસેથી રૂપિયા 2,70,410/-નો સિગારેટ, બીડીનો જથ્થો, રૂપિયા 1,91,110/-નો રજનીગંઘા તથા આર.એમ.ડી વિમલ પાન મસાલા તથા રીક્ષા મળી કુલ રૂપિયા 6,16,520/-નો મુદ્દામાલ કબ્જે કર્યો કરી સલાબતપુરા પોલીસને કબ્જો સોપ્યો હતો. જયારે રણજીત અમરોલીમાં ચોરીના ગુનામાં લાજપોર જેલમાં છે. વધુમાં આરોપીઓ અગાઉ પણ ઘરફોડ ચોરીમાં પકડાઈ ચુક્યા હોવાનો બનાવ સામે આવ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application