Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુત્રી સાથે રાખડી ખરીદતી મહિલાનું મંગળસૂત્ર તોડી 2 ઈસમો ફરાર

  • August 22, 2021 

સુરતના ડિંડોલી ખરવાસા રોડ અર્જુન મેડિકલ સામે લારી પરથી પુત્રી સાથે રાખડી ખરીદતી મહિલાના ગળામાંથી રૂપિયા 60 હજારનું મંગળસૂત્ર તોડી બાઈક પર આવેલા બે અજાણ્યા ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પીલીસે તપાસ હાથ ધરી હતી.
 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી ખરવાસા રોડ મિલેનિયમ પાર્ક સોસાયટી પ્લોટ નંબર-એ/23માં રહેતા ઇલેક્ટ્રીક કોન્ટ્રાકટર ભુપેન્દ્રભાઈ હિમતરાવ પાટીલના પત્ની શીતલબેન (ઉ.વ.44) ગતરોજ બપોરે 3.50 કલાકે પુત્રી હેમલ સાથે ડિંડોલી ખરવાસા રોડ અર્જુન મેડિકલ સામે લારી પરથી રાખડી ખરીદતા હતા. તે સમય દરમિયાન પાછળથી બાઈક પર આવેલા 25 થી 27 વર્ષના બે અજાણ્યા ઈસમોએ તેમના ગળામાંથી રૂપિયા 60 હજારની કિંમતનું 18 ગ્રામ સોનાનું મંગળસૂત્ર તોડી કરાડવા તરફ ભાગ્યા હતા. શીતલબેને બુમાબુમ કરી હતી પણ બંને ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે શીતલબેને ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application