ઉધનાના પાંડેસરાના અલગ-અલગ વિસ્તારોમાં મોટર ચાલુ કરવા જતા 2 જણાને ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાંડેસરામાં સીતાનગરમાં રહેતા 50 વર્ષીય પવિત્રમોહન રઘુનાથ પાનીગ્રાહી સવારે ઘરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયા હતા ત્યારે તેના ડાબા હાથમાં ઇલેક્ટ્રિક કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજયું હતું પવિત્રમોહન પાંડેસરાની કંપનીમાં નોકરી કરતા હતા.
બીજા બનાવમાં પાંડેસરા બમરોલી રોડ પર અપેક્ષા નગરમાં રહેતો 19 વર્ષીય આકાશ પ્રીતમ પ્રધાન રાત્રે ઘરમાં પાણીની મોટર શરૂ કરવા જતા ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આકાશ પાંડેસરાની કંપનીમાં નોકરી કરતો હતો આ બંને બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500