Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ-સાયણ રોડ પર બાઈક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2નાં મોત

  • October 26, 2021 

ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ પર આવેલી નહેર કોલોની ખાતે રહેતો રાકેશ વિનોદભાઈ વસાવા (ઉ.વ 21) જેમને ગત તા.13ના રોજ તેમનો જન્મદિવસ હોય તે દિવસે તેમને યામાહા કંપનીની આર-15 સ્પોર્ટ બાઇક લીધી હતી અને જેનો હજુ રજીસ્ટર નંબર પણ બાકી હતો. જોકે ગત તા.24ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં રાકેશ તેનો મિત્ર કાર્તિક સુંદર વસાવાને પાછળ બેસાડી ઓલપાડથી સાયણ તરફ આવી રહ્યા હતા.

 

 

 

 

 

તે સમયે સોસક કોટન મંડળી આગળના રોડ પાસેથી પસાર થતી વખતે તેમની આગળથી જતી એક્ટિવા મોપેડ નંબર જીજે/05/એફએન/8511ને ઓવરટેક કરવા માટે પુરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી એક્ટિવા સાથે અકસ્માત થયો હતો. જયારે આ અકસ્માતમાં સ્પોર્ટ બાઇક ચાલક રાકેશ વસાવા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું અને પાછળ બાઇક પર બેસેલા કાર્તિકને શરીરે ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application